Gujarati Video : મારવાડી યુનિવર્સિટીમાં મળેલા કથિત ગાંજાના છોડનો હવે FSL રિપોર્ટ થશે, FSLનો રિપોર્ટ 2 મહિને આવવાનું કહેતા અનેક સવાલ

| Edited By: | Updated on: Apr 18, 2023 | 12:45 PM

Rajkot News : કથિત ગાંજાના જથ્થાને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ બે મહિના પછી આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે 24થી 48 કલાકમાં આવતા રિપોર્ટમાં માત્ર આ કેસમાં બે મહિનાનો સમય કહેવાતા હવે સવાલો ઊભા થઇ રહ્યા છે.

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કથિત ગાંજાના છોડ મળવા મામલે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના સત્તાધીશોને છાવરવાની પોલીસની નીતિ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. હવે મળી આવેલા કથિત ગાંજાના જથ્થાને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ બે મહિના પછી આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે 24થી 48 કલાકમાં આવતા રિપોર્ટમાં માત્ર આ કેસમાં બે મહિનાનો સમય કહેવાતા હવે સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદમાં દારુની હાઈપ્રોફાઈલ મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ, જાણીતા બિલ્ડરના પુત્ર સહીત 8 લોકો ઝડપાયા

FSLનો રિપોર્ટ બે મહિને આવવા પર અનેક સવાલ

થોડા દિવસ પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કથિત ગાંજાના છોડ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા સ્થળ પર જ આ છોડનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે પોલીસનો દાવો છે કે આ છોડના પરીક્ષણનું પરીણામ નેગેટીવ આવ્યુ હતુ. જો કે હવે આ છોડને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. આ FSLનો રિપોર્ટ બે મહિના પછી આવશે. જેને લઇને અનેક સવાલો ઊભા થયા છે.

છાવરવાની નીતિ હોય તેવુ સામે આવ્યુ

સામાન્ય રીતે પોલીસ જ્યારે કોઇ ગાંજાનું ખેતર કે ગાંજાનો છોડ પકડી પાડે છે ત્યારે તેનો રિપોર્ટ 24 કે 48 કલાકમાં તેનો રિપોર્ટ આવી જતો હોય છે. જો કે માત્ર મારવાડી યુનિવર્સિટીના કેસમાં જ આ રિપોર્ટ 2 મહિને આવશે તેવી વાત થઇ રહી છે. ક્યાંક મારવાડી કોલેજના સત્તાધીશો અથવા તો જેમના દ્વારા આ છોડનું વાવેતર કરવામાં આવ્યુ છે. તેને છાવરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવુ લાગી રહ્યુ છે.

આ ઘટના બની તેના બીજી જ દિવસે પોલીસ દ્વારા આડકતરી રીતે મારવાડી કોલેજને ક્લિન ચીટ આપી દેવામાં આવી હતી. જો કે વિદ્યા ધામમાં યુવાઓના ભાવિ સાથે ચેડા થવાની સંભાવના હોય ત્યારે પોલીસની નીતિ સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

(વિથ ઇનપુટ-મોહિત ભટ્ટ,રાજકોટ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…