Gujarati Video : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મોડી રાત્રે નલિયાથી અમદાવાદ ATS ઓફિસે લવાયો, લોરેન્સની આકરી પુછપરછ કરાશે
લોરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi) મોડી રાત્રે નલિયાથી અમદાવાદ ATS ઓફિસે લવાયો છે. ગઈકાલે તેને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ગુજરાત ATS અને અન્ય સુરક્ષા એજન્સી લોરેન્સની આકરી પૂછપરછ કરશે.
પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મોડી રાત્રે નલિયાથી અમદાવાદ ATS ઓફિસે લવાયો છે. ગઈકાલે તેને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ગુજરાત ATS અને અન્ય સુરક્ષા એજન્સી લોરેન્સની આકરી પૂછપરછ કરશે. 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી છે. જે બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.
સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરાશે. લોરેન્સ બિશ્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે. લોરેન્સે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની આશંકા છે. જેના આધારે સુરક્ષા એજન્સીઓ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરશે. લોરેન્સની પૂછપરછ બાદ ગુજરાતના દરિયાકાંઠાના ડ્રગ્સ રૂટ, ગેંગના સભ્યોની વિગતો સામે આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
