સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં જૂથ અથડામણની (Clash) ઘટનામાં ઇજાગ્રસ્ત પૈકી 2 આધેડના સારવાર દરમ્યાન મોત થયા છે. જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે હથિયાર વડે બાખડી પડ્યા હતા. તલવાર ધારીયા સહિતના હથિયારથી સામસામે હુમલો કરાયો હતો. જે ઘટનામાં અનુસુચિત જાતિના 2 આધેડના સારવાર દરમ્યાન મેડિકલ કોલેજમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે 2 હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા છે.
આ પણ વાંચો : SOGએ છાણી વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર પર પાડ્યા દરોડા, બેની અટકાયત, જુઓ Video
ઘટના બાદ ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે DYSP લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં અથડામણને લઈ 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડાયા હતા. મેડિકલ કોલેજ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી જેમાં બે આધેડના મોત થાય હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:51 pm, Wed, 12 July 23