જામનગરમાં ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીજીને 21 હજારથી વધુ લાડુનો પ્રસાદ ધરાવાયો, જુઓ VIDEO

જામનગરમાં ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીજીને 21 હજારથી વધુ લાડુનો પ્રસાદ ધરાવાયો, જુઓ VIDEO

| Edited By: | Updated on: Sep 08, 2022 | 1:16 PM

ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણપતિ દાદાને (lord Ganesha) 21 હજાર 551 લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો

જામનગરના (jamnagar) કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ (Ganeshotsav) અંતર્ગત મહા પ્રસાદનું આયોજન કરાયું, ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણપતિ દાદાને (lord Ganesha) 21 હજાર 551 લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો. અહીંના 300 જેટલા ગણેશભક્તોએ મળીને લાડુનો પ્રસાદ બનાવ્યો છે. જેના માટે 500 કિલો લોટ, 100 કિલો ઘી, 200 કિલો ગોળ, 30 કિલો સુકો મેવો સહીતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. ગણપતિ દાદાને પ્રસાદનો ભોગ લગાવી લાડુનો પ્રસાદ આસપાસના વિસ્તારોમાં વહેંચવામાં આવ્યો હતો.

ગણેશપર્વમાં કોમી એક્તાનો અનોખો સંદેશ

દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરનું એવું રાજ્ય છે કે જ્યાં ગણેશોત્સવ  ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં અનેક પ્રકારે ગણપતિ ઉત્સવ ઉજવાય છે. વડોદરા(Vadodara)માં એવા ગણપતિ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણેશોત્સવ ઉજવે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારે છે. હિન્દુ આરતી ઉતારે તો મુસ્લિમ બાપ્પાનો શંખનાદ ફૂંકે છે.

આ પરંપરા પણ એક મુસ્લિમ (Muslim) પરિવારે જ શરૂ કરી હતી. 120 વર્ષ પહેલા અખાડા સંસ્થાના મુખ્ય પ્રણેતા કુસ્તીબાજ જુમ્માદાદાએ પોતાના શિષ્ય માણેકરાવ પાસે ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી. યુવાનોમાં એકતા, દેશદાઝ અને ભાઈચારો વધે તે ભાવનાથી વર્ષ 1901માં જુમ્મા દાદાના અખાડા પર ગણેશોત્સવની શરૂઆત કરાઈ હતી.

Published on: Sep 08, 2022 01:16 PM