ગાંધીનગર વીડિયો : ભાજપની બેઠકમાં પાટીલે રોકડું પરખાવ્યું- ટિકિટ કોઈ એક ને જ મળે બધાને નહીં, પાંચ લાખથી ઓછી લીડ આવશે તો નહીં ચલાવી લઉ

|

Mar 26, 2024 | 4:49 PM

લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કાર્યાલયમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. તેમજ લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખે બેઠકમાં કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરી છે. ત્યારે ચૂંટણીમાં ટીકીટ કોઈ એક ને જ આપી શકાય તેવુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ કહ્યુ છે.

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં ઉમેદવારોને લઈને થઈ રહેલા ગણગણાટને શાંત પાડવા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્પષ્ટપણે કહ્યું હતુ કે ટિકિટ તો કોઈ એક ને જ મળે, બધાને મળે તે શક્ય નથી. આ ઉપરાંત ભાજપના દિલ્હી દરબારમાં નક્કી થયેલા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની જીતના લક્ષ્યાંક અંગે પાટિલે દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં એક એક લાખની લિડ મેળવવા કહ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી બેઠકમાં સી આર પાટીલે કહ્યું કે કોઈ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો, જેથી તેનુ નિરાકરણ કરી શકાય, બાકી પાંચ લાખથી ઓછી લિડ સ્વીકાર્ય નથી

લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું કે, ચૂંટણીમાં ટિકિટ કોઈ એક ને જ આપી શકાય. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. “પ્રયાસ પ્રમાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ” તેમજ તેમણે જણાવ્યુ છે કે કોઈપણ તકલીફ હોય તો તરત જ મને જાણ કરો” નુકશાન થઈ ગયા બાદ કારણો જાણવામાં કોઈ રસ નથી.

આ સાથે જ સી આર પાટીલે બેઠકમાં જણાવ્યું કે, 5 લાખની લીડમાં મુશ્કેલી હોય તો મને કહો. તેમજ દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં 1 લાખની લીડ લાવે તેવી અપીલ કરી હતી. પોણા પાંચ લાખની લીડ આવશે તો કોઈ બહાનું નહીં ચલાવામાં આવે. તેમજ જણાવ્યુ છે કે નકલી મતદારને મતદાન કરતા રોકવામાં આવે 3 દિવસમાં લાભાર્થી અને પેજ કમિટી સભ્યો પૂર્ણ સંપર્ક કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી.

બૂથમાં ઓછામાં ઓછા 150 અને વધુમાં વધુ 250 ભાજપના ઝંડા લગાવો. 101 ધારાસભ્ય, લાભાર્થી સંપર્ક, પેજ કમિટી સભ્ય, ભાજપના ઝંડા લગાવા માટે માહિતી આપી. તેમજ નક્કી કરાય તેનાથી એક રૂપિયો વધુ ખર્ચ ન થાય તેની પણ ચેતાવણી આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:43 pm, Tue, 26 March 24

Next Video