Gandhinagar: આગામી મે મહિનામાં કેવડિયા કોલોની ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ચિંતન બેઠક યોજાશે

| Edited By: | Updated on: Apr 21, 2023 | 6:48 PM

Gandhinagar: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ચિંતન બેઠક આગામી મે મહિનામાં યોજાવા જઈ રહી છે. કેવડિયા કોલોની ખાતે આ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિત સરકારના તમામ પ્રધાનો ઉપસ્થિત રહેશે.

ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ચિંતન બેઠક આગામી મે મહિનામાં યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી સહિત તમામ વિભાગના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. કેવડિયા કોલોની ખાતે યોજાનારી આ બેઠકમાં રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય તંત્ર, શહેરો તથા ગ્રામ્ય વિસ્તારના મુદ્દા, કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને ચર્ચા થશે. સરકાર સામેના પડકારજનક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. ઉપરાંત સરકારી કામોની ફાઈલ પેન્ડન્સી મુદ્દે પણ ચર્ચા થશે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યના યુવાનો માટે મુખ્યમંત્રી આગામી 27 મી એપ્રિલે Youth 20 અંતર્ગત ગુજરાત સંવાદ કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

વન ડે- વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ બાદ જિલ્લાના પ્રશ્નો અંગે ચિંતન શિબિરમાં ચર્ચા

વન ડે- વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ બાદ જિલ્લામાંથી આવેલા પ્રશ્નો અંગે ચર્ચા થશે. છેલ્લે વર્ષ 2018માં વિજય રૂપાણી સરકારમાં ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારૂબાદ એકપણ ચિંતન શિબિર થઈ નથી. વર્તમાન પીએમ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સમયાંતરે ચિંતન શિબિર યોજાતી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…