Gandhinagar: સુરત, જામનગર અને વડોદરામાં વિકાસની ગતિ પૂરપાટ દોડશે, સરકારે ફાળવ્યા 1446 કરોડ રુપિયા, જુઓ Video
રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં વિકાસને લઈ મહત્વના સમાચાર આપ્યા છે. ત્રણ મહાનગરોમાં વિકાસને લઈ રાજ્ય સરકારે સારા સમાચાર આપ્યા છે. સુરત, જામનગર અને વડોદરા એમ ત્રણ મહાનગર પાલિકાઓમાં આવનારા વર્ષોમાં વિકાસની ગાડી વધુ તેજ ગતિ પકડશે. રાજ્ય સરકાર દ્વારા 1646 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. જેમાં સૌથી વધારે રકમ સુરતને ફાળવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલ પર હમાસના હુમલાથી ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો દુઃખી, કેમ છે દિલમાં આટલો પ્રેમ? જાણો
આંતર માળખાકીય સુવિધાઓના કાર્યોને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે આ રકમ ફાળવણી કરી છે. સુરત મહાનગર પાલિકાને 1029 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકાને 184 કરોડ અને જામનગર મહાનગર પાલિકાને 432 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અંડર બ્રિજ, ઓવર બ્રિઝ સહિત ટ્રાફિક મેનેજમેન્ટના કાર્યો કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 16, 2023 08:16 PM