ગુજરાતમાં કોરોના સંક્રમણને લઇને રાજ્ય સરકાર એકશનમાં આવી છે. જેમાં ચીનમાં વધી રહેલા કોરોનાના કેસના પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે . તેમજ ગુજરાત સરકારે પણ આ અંગે એક્શન મોડમાં આવીને કોરોના સારવાર માટેની તૈયારીઑની સમીક્ષા શરૂ કરી છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ગાંધીનગર ઉત્તરના MLA રીટા પટેલે સિવિલની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. તેમજ ઓક્સિજન પ્લાન્ટની દર કલાકે સમીક્ષા કરાશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 60 બેડ વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા છે. તેમજ કોરોનાની સારવાર માટે 50 તબીબ અને પેરા મેડિકલ સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
ચીનમાં કોરોનાના કેસોએ હાહાકર મચાવતા ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની દહેશત તેમજ નવા વેરિયન્ટને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. જેમા 22 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા છ કેસમાં અમદાવાદમાં 02, ભાવનગરમાં 02, દાહોદમાં 01 અને તાપીમાં 01, કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી બે દર્દીઓ સાજા થયા છે.