Breaking News: ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક, લૂંટના આક્ષેપોને જિલ્લા પોલીસ વડાએ ફગાવ્યા

| Edited By: | Updated on: Oct 19, 2026 | 12:45 PM

ગરબાના આયોજકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્ત્વો લૂંટ કરવાના ઇરાદે ગરબામાં આવ્યા હતા. આયોજકોના દાવા મુજબ, લૂંટ કરવા આવેલા ટોળાને બાઉન્સરોએ ભગાડી મૂક્યું હતું, જોકે આ દરમિયાન અસામાજિક તત્ત્વો નાણાં ભરેલી બેગ ચોરીને ભાગી ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સમગ્ર ઘટનાના વધુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં થયેલી માથાકૂટની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ગરબાના આયોજકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્ત્વો લૂંટ કરવાના ઇરાદે ગરબામાં આવ્યા હતા. આયોજકોના દાવા મુજબ, લૂંટ કરવા આવેલા ટોળાને બાઉન્સરોએ ભગાડી મૂક્યું હતું, જોકે આ દરમિયાન અસામાજિક તત્ત્વો નાણાં ભરેલી બેગ ચોરીને ભાગી ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સમગ્ર ઘટનાના વધુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડાનું નિવેદન, ચોરી અને લૂંટની વાતો ખોટી ગણાવી

સમગ્ર વિવાદ વચ્ચે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે મંડળી ગરબામાં બાઉન્સરો અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી. તેમણે ગરબામાં ચોરી અને લૂંટ થઈ હોવાની વાતોને ખોટી ગણાવી હતી. પોલીસ વડાના જણાવ્યા મુજબ, આ મામલે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે તમામ ખોટા છે.

આમ, એક તરફ આયોજકો દ્વારા લૂંટ અને નાણાં ભરેલી બેગ ચોરી થયાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. ઘટનાના વાયરલ વીડિયોને લઈને પણ ચર્ચા તેજ બની છે. સમગ્ર મામલે આયોજકોના આક્ષેપો અને પોલીસના નિવેદન વચ્ચે ઘટનાની વાસ્તવિક હકીકત શું છે તે તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો- Breaking News : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું

Published on: Oct 19, 2026 12:42 PM
Follow Us
Loading...
Unable to load recommendations.