Gandhinagar: રુપાલમાં પલ્લીને લઈ તડામાર તૈયારીઓ કરાઈ, શુદ્ધ ઘી માટે કરાશે ટેસ્ટીંગ, જુઓ Video
ગાંધીનગર જિલ્લાના રુપાલમાં પ્રસિદ્ધ પલ્લીનો મેળો સોમવારે યોજાશે. પરંપરાનુસાર આસો સુદ નોમના દીવસે વરદાયિની માતાની પલ્લી યોજવામાં આવશે. આ માટે રુપાલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રુપાલમાં સોમવારે રાત્રીના દરમિયાન પલ્લી નિકળશે. નવા નિર્માણ કરવામાં આવેલ પલ્લીના મેળા દરમિયાન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રુપાલ આવશે.
ગાંધીનગર જિલ્લાના રુપાલમાં પ્રસિદ્ધ પલ્લીનો મેળો સોમવારે યોજાશે. પરંપરાનુસાર આસો સુદ નોમના દીવસે વરદાયિની માતાની પલ્લી યોજવામાં આવશે. આ માટે રુપાલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રુપાલમાં સોમવારે રાત્રીના દરમિયાન પલ્લી નિકળશે. નવા નિર્માણ કરવામાં આવેલ પલ્લીના મેળા દરમિયાન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રુપાલ આવશે. લગભગ 17 લાખ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે અને બાધા પૂર્ણ કરવા માટે આવવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video
જમવા, આરોગ્ય સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પલ્લીમાં લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવતો હોય છે. શુદ્ધ ઘીના અભિષેકને લઈને સરકાર દ્વારા ઘીના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે પણ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર દ્વારા શુદ્ધ ઘી યોગ્ય અને વિશ્વાસપાત્ર સ્થળેથી જ ખરીદીને અભિષેક કરવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ બંદોબસ્તને લઈ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
