વિદેશ મોકલવાની(Foreign) લાલચે 15 લોકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. જેમાં 3 મહિનાથી દિલ્લી અને કોલકત્તામાં બંધક બનાવેલા(Hostage) 15 લોકોને ગાંધીનગર પોલીસે(Gandhinagar Police) મુક્ત કરાવ્યા છે. અને એક આરોપીની અટકાયત કરી છે. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચે છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવ્યા હતા. અમદાવાદના એજન્ટ રાજેશ પટેલ સહિત 4 આરોપીએ નિર્દોશ લોકોને ગોંધી રાખી કુલ 3 કરોડ 5 લાખ 74 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ છે. છેતરપિંડી કેસમાં રાજેશ પટેલ ઉપરાંત સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એજન્ટ રાજેશ પટેલ લોકોને કોલકત્તા અને દિલ્લી મોકલતો હતો. જ્યાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધનિયા નામના આરોપી લોકોને બંધક બનાવતા અને અમાનુષી અત્યાચાર ગુજરાતા હતા.
દાવો છે કે, બંધક બનાવેલા લોકો પર અમાનવિય ત્રાસ ગુજારાતો હતો. બંધક બનાવાયેલા લોકો પાસેથી કેનેડા પહોંચી ગયા હોવાનું ખોટું નિવેદન લેવડાવાયું હતું. નિવેદન લેવડાવી ભોગ બનનારાના પરિવાર પાસેથી પણ કુલ 2 કરોડ 31 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો દાવો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : યુવતીની જાહેરમાં હત્યા, પોલીસે કહ્યું ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે
આ પણ વાંચો : Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા
Published On - 7:54 pm, Sun, 13 February 22