Gandhinagar: આરોગ્ય કમિશનરની કચેરી બહાર ધરણા પર બેઠા ધારાસભ્ય જશુ પટેલ, જાણો શું છે કારણ

|

Jan 03, 2022 | 6:43 PM

બાયડના એક મહિલા આરોગ્ય કર્મચારીના પિતા કોમામાં છે. જેમની સારવાર માટે આરોગ્ય કર્મચારીએ વતનમાં બદલીની માગણી કરી હતી, પરંતુ લાંબા સમયથી બદલીની માગ સંતોષાતી ન હતી. આ મુદ્દે ધારાસભ્ય આરોગ્ય કમિશનરની કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા છે.

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) જશુ પટેલ (Jashu Patel) આરોગ્ય કમિશનરની કચેરી (Health Commissioner Office) બહાર ધરણાં પર બેસી ગયા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પર તેમણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા પૈસાની લેવડ દેવડથી બદલી થતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. જાણો શું કારણ છે કે ધારાસભ્યને આરોગ્ય કમિશનરની કચેરી બહાર ધરણાં પર બેસવુ પડ્યુ છે.

શું છે સમગ્ર મામલો?

બાયડના એક મહિલા આરોગ્ય કર્મચારીના પિતા કોમામાં છે. જેમની સારવાર માટે આરોગ્ય કર્મચારીએ વતનમાં બદલીની માગણી કરી હતી, પરંતુ લાંબા સમયથી બદલીની માગ સંતોષાતી ન હતી. આ મુદ્દે ધારાસભ્ય આરોગ્ય કમિશનરની કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા છે અને આરોગ્ય વિભાગના અધિકારી પર પૈસાની લેતી-દેતીથી બદલી થતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે.

ધારાસભ્યએ શું કહ્યુ ?

Tv9 ગુજરાતીની ટીમે જ્યારે ધારાસભ્ય જશુ પટેલને ધરણા પર બેસવાનું કારણ પુછયુ ત્યારે તેમણે કહ્યું કે મારી કોઈ માગણી નથી, મારી માત્ર લાગણી છે, તેમણે કહ્યુ કે છ માસથી જે આરોગ્ય કર્મચારી છે તે દીકરીના પિતા કોમામાં છે, પિતાની સેવા કરવા માટે જ તેની બદલીની માગ કરવામાં આવી છે. ત્યારે તેમની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી.

ધારસભ્યએ કહ્યું કે આ દીકરી મારા વિસ્તારની છે. તેના પિતા છ માસથી કોમામાં છે. તેથી દીકરીની લાગણીને લઈને તેમણે આરોગ્ય કમિશનરની કચેરીએ રજૂઆત કરી હતી. જો કે ધારાસભ્ય જશુ પટેલની અરજી માન્ય રાખવામાં આવી હોવાનો આરોગ્ય કમિશનરે જણાવ્યું છે. જો કે ધારાસભ્યએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રક્રિયામાં રાહ જોવી પડે એ જ મોટો સવાલ ઉભુ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

આ પણ વાંચોઃ અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

Next Video