Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

|

Mar 11, 2022 | 4:41 PM

કમલમમાં ભાજપ નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી પીએમ મોદી રાજભવન ખાતે જવા રવાના થયા છે. અને, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક (Meeting of Somnath Trust) પણ મળશે.

Gandhinagar: વડાપ્રધાન મોદીએ (PM MODI) એરપોર્ટથી રોડ શો કરીને કમલમ (KAMALAM) પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક (MEETING) કરી હતી. મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોના ક્લાસ લીધા હતાં. આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ આ બેઠક દરમિયાન ફુંકાઇ ગયું છે. દેશના ચાર રાજયોમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં.પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ આપી દેવાયો હતો. દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

કમલમથી રાજભવન જવા પીએમ મોદી રવાના, રાજભવનમાં સાંજે સોમનાથ ટ્ર્સ્ટની બેઠક

કમલમમાં ભાજપ નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી પીએમ મોદી રાજભવન ખાતે જવા રવાના થયા છે. અને, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક (Meeting of Somnath Trust) પણ મળશે. અમિત શાહ પણ આ બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે ચર્ચા થશે.

આજે સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ બેઠકમાં સોમનાથ તિર્થના આગામી આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

PM મોદીએ કમલમ ખાતે તૈયાર કરાયેલી રંગોળી નીહાળી


આ પણ વાંચો : જામનગર જિલ્લામાં નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા અન્ય 27 કામો માટે અંદાજિત રૂ. 170. 799 લાખની મંજુરી અપાઈ

આ પણ વાંચો : Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

 

Published On - 3:05 pm, Fri, 11 March 22

Next Video