Gandhinagar : એવુ તો શું થયુ કે મહેસુલ પ્રધાનની ઓફિસમાં આ વ્યક્તિ ભાવુક થઇને રડવા લાગ્યા ? જુઓ આ વીડિયો

|

Jan 14, 2022 | 10:45 AM

ગાંધીનગર માં મહેસૂલ પ્રધાનની ઓફિસમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. એક વ્યક્તિ મહેસૂલ પ્રધાન (Minister of Revenue)ની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાં મહેસુલ પ્રધાન સાથે વાત કરતા કરતા તે અચાનક જ ભાવુક થઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

ગાંધીનગરમાં મહેસૂલ પ્રધાનની ઓફિસમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. એક વ્યક્તિ મહેસૂલ પ્રધાન (Minister of Revenue)ની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાં મહેસુલ પ્રધાન સાથે વાત કરતા કરતા તે અચાનક જ ભાવુક થઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

વાત કઇક એમ છે કે એક અરજદારનું કામ ઘણા સમયથી અટવાયેલુ હતુ. જે કામ થઇ જતા અરજદાર ગાંધીનગર(Gandhinagar)માં મહેલૂસ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા હતા અને મહેસુલ પ્રધાન(Minister of Revenue)નો આભાર વ્યક્ત કરતા કરતા ભાવુક થઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

ગાંધીનગરમાં મહેસૂલ પ્રધાનની ઓફિસમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં એક વૃદ્ધ અરજદાર મહેલૂસ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યા હતા. જે દરમિયાન અરજદાર ભાવુક થઈ ગયા હતા. હકીકતમાં અરજદાર સંજીવ શાહની સમસ્યાનો ઉકેલ આવી જતા તેઓ મહેસૂલ પ્રધાનનો આભાર માનવા ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની વાત કરતા સમયે જ તેઓ ભાવુક થઈ ગયા હતા. મહેલૂસ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તેમને તરત જ પાણી આપ્યુ હતુ અને તેમની ભાવનાને સમજી હતી.

મહત્વું છે કે છેલ્લા ઘણા સમયથી કામ પેન્ડિંગ રહેતા અરજદારે મહેસૂલ પ્રધાનને રજૂઆત કરી હતી. જે બાદ રાજેન્દ્ર ત્રિવેદી તાત્કાલિક અધિકારીઓને આ પેન્ડિંગ કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ

Chhota Udepur: પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ, બેંકના 4 કર્મચારી પણ સામેલ

આ પણ વાંચોઃ

Ahmedabad: BRTS બસમાં બેસવા જતા જ દરવાજો થઈ ગયો બંધ, મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, જુઓ વીડિયો

Next Video