ગાંધીનગર(Gandhinagar)ખાતે કોળી ઠાકોર સમાજ(Koli Thakor)નિગમની કચેરી મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા અને ગ્રાન્ટ વધારાની માંગ કરી છે.. કોળી સમાજની માંગ છે કે સમાજના વિકાસ માટે ગ્રાન્ટ(Grant) રૂ.2500 કરોડ કરવામાં આવે. સમાજમાં ગરીબ અને પછાત વર્ગના વિકાસ માટે સાથે જ મહિલાઓ માટે વિકાસલક્ષી યોજનાઓ લાવવાની માંગ કરાઇ છે.. સમાજના યુવાનો શિક્ષિત બને તે માટે જે શૈક્ષણિક લોન આપવામાં આવે છે તેમાં પણ ફેરફારની માગ કરાઇ છે.. ખાનગી શૈક્ષણિક એકમોમાં ભણવા માટે પણ લોન ફાળવવામાં આવે સાથે જ વિદેશ અભ્યાસ જવા ઇચ્છુકો માટે રૂ.20 લાખની લોનની માંગ કરાઇ છે.. આ સાથે જ નિગમના ચેરમેનની નિમણૂંક કરવાની પણ માગ કરાઇ છે.
જેથી વચેટિયાઓના ત્રાસથી મુક્તિ મળે.જો નિગમ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમાજ દ્વારા તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : મોબાઇલની આદત બાળકો અને સગીરો માટે જોખમી, આ કિસ્સો વાંચી વાલીઓ ચેતી જજો
આ પણ વાંચો : અમદાવાદ : થલતેજ ગુરુદ્વારા પાસે અંડર પાસ જેવો જ પાલડી જલારામ મંદિર પાસે અંડર પાસ બનશે