Gandhinagar: ભારે ઉકળાટ બાદ પાટનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, દહેગામમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 5:12 PM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતના (Gujarat) અનેક જિલ્લામાં મેઘરાજાએ જતા જતા જમાવટ બોલાવી છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. .
ભારે ઉકળાટ બાદ પાટનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સમગ્ર ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

પાટનગર પાણી પાણી

ગાંધીનગરમાં ભાદરવા માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. ગાંધીનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે ઉકળાટ બાદ પાટનગર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગાંધીનગરમાં વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
દહેગામમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Follow Us:
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">