Gandhinagar : રશિયા-યુક્રેન વિવાદમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, પરિજનોની સરકારને રજુઆત

| Edited By: | Updated on: Feb 14, 2022 | 10:57 PM

વડોદરા સહિત ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. જેઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની બુકોવેનીયલ સ્ટેટ મેડિકલમાં અભ્યાસ કરે છે.

Gandhinagar: રશિયા-યુક્રેન (Russia-Ukraine)વિવાદમાં ગુજરાતી વિદ્યાર્થીઓ (Gujarati students)ફસાયા છે. ત્યારે વિદ્યાર્થીઓના પરિવારજનોએ CM ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે, “ગમે તેમ કરી તેમના સંતાનોને પરત લાવવામાં આવે”. રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને તેવામાં વિદ્યાર્થીઓ વતન પરત તો ફરવા માગે છે, પણ ફ્લાઈટના અધધ ભાડા અને વારંવાર રદ થતી ઈન્ટરનેશનલ ફ્લાઈટના કારણે તેઓ પરત ફરી શકતા નથી. ત્યારે વિદ્યાર્થીના પરિવારજનોએ રજૂઆત કરી વિશેષ વિમાન દ્વારા બાળકોને પરત લાવવામાં આવે તેવી માગ કરી છે.

યૂક્રેનમાં ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ મુદ્દે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર PMO અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને સલામત પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી છે. આ સમગ્ર વાતને કેન્દ્ર સરકારે સંવેદનાથી લીધી છે.

યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વડોદરા સહિત ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. જેઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની બુકોવેનીયલ સ્ટેટ મેડિકલમાં અભ્યાસ કરે છે. ત્યાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.વડોદરાની ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં હેતલ મહેતાના પુત્રી વિશ્વા મહેતા યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓને વિશ્વાસ છે કે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ભારત સરકાર તેમને મદદ કરીને સ્વદેશ પરત લાવશે.વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ સરકાર પાસે આશા રાખી રહ્યા છે.વાલીઓની માંગ છે કે ભારત સરકાર તેમના બાળકોને સલામત રીતે ઘરે પરત લાવે.

આ પણ વાંચો : તલાટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવાઈ, છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી

આ પણ વાંચો : TV9 નેટવર્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે News9 Plus, વિશ્વમાં સંભવતઃ પ્રથમ વખત શરૂ થશે OTT ન્યૂઝ સર્વિસ પ્લેટફોર્મ