Gandhinagar: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો આપશે હાજરી

Gandhinagar: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો આપશે હાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:26 AM

ગાંધીનગરમાં આજે મહત્વની બેઠક યોજાશે. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે કમલમ ખાતે બેઠક કરશે. ચાલો જાણીએ વધુ વિગત.

ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે બેઠક મળશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતામાં બેઠક મળશે.આ બેઠકમાં પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. તો CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો હાજરી આપશે. એટલું જ નહીં તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા અને શહેર પ્રમુખો પણ હાજર રહેશે.

બેઠક દરમિયાન સંગઠ દ્વારા આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરાશે. સાથે સાથે પ્રદેશ અધ્યક્ષના રાજ્યના તમામ જિલ્લામાં એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ અંગે ચર્ચા થશે.

કાર્યક્રમના મુખ્ય એજન્ડા વિશે વાત કરીએ તો, માહિતી પ્રમાણે વર્ષ 2022 એ ચૂંટણીનું વર્ષ છે. જેને લઈને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ભાજપનો પ્રોજેક્ટ પણ છે કે વન ડે, વન ડિસ્ટ્રીક. એટલે કે એક દિવસ એક જિલ્લો. જેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અને ભાજપ નેતાઓએ કેટલા જિલ્લામાં કેવો પ્રવાસ કર્યો એ વિશે માહિતી મેળવવામાં આવશે.

તો બીજી તરફ આ બેઠકમાં સમર્પણનિતી કેમ્પેઈન ચાલી રહ્યું છે. તો તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. આ તરફ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે. અને ગુજરાતમાંથી UP માં ઘણા પદાધિકારીઓ અને નેતાઓને મોકલવામાં આવી રહ્યા છે. જેના પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

 

આ પણ વાંચો: રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ

આ પણ વાંચો: રાજ્યમાં PM આવાસ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું રોળાશે, આ કારણે કોન્ટ્રાકટરોએ અટકાવ્યું કામ

Published on: Jan 04, 2022 10:54 AM
g clip-path="url(#clip0_868_265)">