AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ

રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 10:35 AM
Share

3 જાન્યુઆરી 2022 ના રોજ સમગ્ર ગુજરાતમાં કુલ 44 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. આ આંકડા ચિંતાજનક છે.

Corona Case in Gujarat: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), રાજકોટ (Rajkot) અને ભાવનગરમાં (Bhavnagar) 44 વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ મચ્યો છે. શાળાઓમાં રસીકરણના પ્રથમ દિવસે જ શાળાઓમાં કેસ વધતાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

તો આ સમગ્ર પગલે સુરતની 7 અને રાજકોટ જિલ્લાની 3 મળીને કુલ 10 શાળાઓ એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો, ડીપીએસમાં 1, ઉદગમ સ્કૂલમાં 3, મહારાજા અગ્રસેન સ્કૂલમાં 3 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે પાલડીની દિવાન બલ્લુભાઈ સ્કૂલના એક શિક્ષક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાના કેસમાં 03 જાન્યુઆરીના રોજ ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે અને ઓમીક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.

જેમાં અમદાવાદમાં સૌથી વધુ 631, સુરતમાં 213, વડોદરામાં 68, રાજકોટમાં 37, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24, ગાંધીનગર 18, ભાવનગર 17 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858 એ પહોંચી છે. તેમજ રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત થયા છે . જયારે અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,34,538 પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047 છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં PM આવાસ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું રોળાશે, આ કારણે કોન્ટ્રાકટરોએ અટકાવ્યું કામ

આ પણ વાંચો: Surat : આગામી 45 દિવસ સુરત માટે જોખમી ! કોરોનાને સુરત મ્યુનિસિપલ કમિશનરે આપ્યુ આ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">