Breaking News : ગાંધીનગર નજીક 15 થી 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં બાળક પડતાં મોત, જુઓ Video

| Updated on: Jan 07, 2026 | 2:06 PM

ગાંધીનગર નજીક 6 વર્ષનું બાળક ખાળકૂવામાં પડતાં મોત. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પરંતુ બાળકનો જીવ બચી શક્યો નહીં..

ગાંધીનગરમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં 6 વર્ષનું બાળકે ફાયર સ્ટેશન પાછળ આવેલા ખાળકૂવામાં પડ્યું હતું. ઘટના સ્થળે ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકનું રેસ્ક્યૂ શરૂ કર્યું. ભારે જહેમતે અને ગંભીર પ્રયત્નો પછી, બાળકને ખાળકૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું. મહાવનું છે કે અંતે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, પહેલા તંત્ર દ્વારા બાળકની હાલત ગંભીર જણાવી અને બાળકને તાત્કાલિક રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ડોકટરોની ટીમ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે.

હાલના સંજોગોમાં, બાળક ખાળકૂવામાં કેવી રીતે પડ્યું તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસ અને સંબંધિત વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને કારણ જાણવા માટે આ ઘટનાના તમામ પાસાઓની છાનબીન ચાલી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video

Published on: Jan 06, 2026 06:05 PM