VC ચોર હૈ : ચિલ્ડ્રન યુનિવર્સિટીની દિવાલ પર કુલપતિ અને સ્ટાફ વિશે અભદ્ર લખાણ

|

Dec 12, 2021 | 11:52 AM

ચિલ્ડ્રન યુનિવર્સિટીની રોડની બાજુએ આવેલી દીવાલ પર કુલપતિ અને યુનિવર્સિટીના સ્ટાફ વિરુદ્ધ અભદ્ર લખાણ લખવામાં આવ્યું છે.

GANDHINAGAR : વિવાદમાં રહેતી ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી અંગે વધુ એક સમાચાર સામે આવ્યાં છે.ચિલ્ડ્રન યુનિવર્સિટીની રોડની બાજુએ આવેલી દીવાલ પર કુલપતિ અને યુનિવર્સિટીના સ્ટાફ વિરુદ્ધ અભદ્ર લખાણ લખવામાં આવ્યું છે. કોઈ ટીખળખોરે ચિલ્ડ્રન યુનિવર્સિટીની દીવાલ પર કુલપતિ અને યુનિવર્સિટીના સ્ટાફ વિશે લખ્યું છે – “VC ચોર હૈ” “PA ટુ VC ચોર હૈ” લખ્યું છે, તો એક જગ્યાએ કુલપતિ અને તેના સચિવ વિશે લખ્યું છે ” અશોક-યોગેન્દ્ર ભરતી એડમિશનમાં ભ્રષ્ટાચાર”

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના
કુલપતિના સચિવ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીને લાફો મારી દીધાના આક્ષેપો કરવામાં આવ્યાં હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી PhDના એડમિશન માટે ગયો હતો. UGC ના નિયમ પ્રમાણે ડિસેમ્બર સુધીમા ફાઇનલ અભ્યાસની માર્કશીટ જમા કરાવવાની હોય છે. તેવા સમયે તે એક મહિનાની છુટ આપવા લેખિત રજૂઆત કરવા ગયો હતો.

પરંતુ આ વિદ્યાર્થી રજૂઆત કરે તે પહેલા યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિના સચિવ યોગેન્દ્ર પટેલે આ બાબતે તેને લાફો ઝીંકી દીધો હતો.યોગેન્દ્ર પટેલેકહ્યુ હતુ કે, તે શુ રજૂઆત કરવા આવ્યો હતો, મને ખબર નથી. પરંતુ તેણે મારો કોટ ઉતરાવી દઇશ એવું કહ્યું હતું જેને લઇને મે બચાવમાં બે લાફા માર્યા હતા.

આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના

Published On - 11:51 am, Sun, 12 December 21

Next Video