Gandhinagar: અમેરિકા-કેનેડા બોર્ડર (US-Canada border)પર ચાર ગુજરાતીના મોત અંગે CID ક્રાઈમે તપાસ હાથ ધરી છે. CID ક્રાઈમના ACPએ ડિંગુચાના પટેલ પરિવારનું નિવેદન લીધું. જગદીશ પટેલના માતા-પિતા અને ભાઈનું નિવેદન લેવામાં આવ્યું. આ સમગ્ર મુદ્દે બળદેવ પટેલે કહ્યું કે મારો પુત્ર કેનેડા વિઝીટ વિઝા લઈને ગયો હતો. જોકે એજન્ટ બાબતે પરિવારે કંઈ ખબર ન હોવાનું જણાવ્યું છે. CID ક્રાઈમના અધિકારીએ FRO પાસે વધારે માહિતી મંગાવી છે. આ સમગ્ર ઘટનામાં એજન્ટ અંગે CID ક્રાઈમે કલોલમાં વધારે તપાસ હાથ ધરી છે.
અમેરિકા જતી વખતે કેનેડા બોર્ડર પર ગુજરાતીઓનાં મોત અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એજન્ટોની મદદથી તસ્કરી થાય છે. આગામી દિવસોમાં લોકોને લોભ-લાલચ આપનારા આવા એજન્ટો સામે સકંજો કસાશે. તો બીજી તરફ યુએસ જતા ગુજરાતીઓનું તુર્કીઓ દ્વારા અપહરણ કરવા બાબતે તેમણે કહ્યું કે સમગ્ર કેસમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.તો બીજી તરફ નીતિન પટેલે એવું નિવેદન કર્યું હતું તકો ઓછી હોવાથી ગુજરાતીઓ યુએસ જાય છે. નીતિન પટેલના આ નિવેદન પર હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં રોજગારની પૂરતી તકો છે. દેશભરમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. તેમ છતાં યુવાનોનું કોઈ સૂચન હોય તો તેઓ વિચારશે. આમ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનના નિવેદનમાં જ વિરોધાભાસ જોવા મળ્યો.
આ પણ વાંચો : આણંદ : ઉમરેઠમાં ત્રણ તલાકની ફરિયાદ નોંધાઇ, પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી
આ પણ વાંચો : Corona: સંશોધનમાં ખુલાસો, ત્વચા પર 21 કલાક તો પ્લાસ્ટીકની સપાટી પર 8 દિવસ સુધી ટકી શકે છે ઓમીક્રોન