Gandhinagar: રાજ્યની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, વિધાનસભામાં રજૂ થયેલા CAGના અહેવાલમાં થયો ખુલાસો

કેગના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરતા કહેવાયું છે કે RTOએ PUC સેન્ટરનું નિયમિત ટેક્નિકલ ઓડિટ નથી કર્યું હતું. જેના કારણે ભેળસેળવાળા બળતણના કારણે વાહનોનું ઉત્સર્જન ગંભીર બાબત છે. વિધાનસભા સત્રનો (Monsoon session) આજે છેલ્લો દિવસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 4:36 PM

ગુજરાતમાં વાહનોને કારણે હવાની ગુણવત્તા ખોરવાઈ છે અને હવાના પ્રદૂષણમાં (Air pollution) વધારો થયો છે આ બાબત અંગે વિધાનસભામાં હવા પ્રદૂષણ નિયંત્રણ અંગે રજૂ થયેલા કેગના  (CAG Comptroller and Auditor General of India) રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કેગના અહેવાલમાં હવા પ્રદૂષણને લઈ 2014-15થી 2020-21 સુધી ઓડિટ કરવામાં આવ્યું છે, જેમાં વાહનોના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં 2018-19માં 2.52 કરોડ વાહન સામે PUCના માત્ર 1192 સેન્ટર જ હોવાનો ખુલાસો થયો છે. કેગના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરતા કહેવાયું છે કે RTOએ PUC સેન્ટરનું નિયમિત ટેક્નિકલ ઓડિટ કર્યું નથી. જેના કારણે ભેળસેળવાળા બળતણના કારણે વાહનોનું ઉત્સર્જન ગંભીર બાબત છે. વિધાનસભા સત્રનો (Monsoon session) આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly) સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સાથે જ કેગનો(CAG)  અહેવાલ પર રજૂ થયો હતો.

બીજી તરફ સતત બીજા દિવસે ગૃહમાં વિપક્ષે  હોબાળો મચાવ્યો હતો. કારણ કે કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વિપક્ષના ધારાસભ્ય પૂજા વંશે લમ્પી વાયરસ (Lumpy Virus) અંગે ચર્ચા માટે સમય માંગ્યો હતો.

જો કે અગાઉ નોટીસ ના આપી હોવાથી અધ્યક્ષે (Gujarat Assembly speaker) સમય આપવાની ના પાડી જેને કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો. બાદમાં કોંગ્રેસી (Congress) ધારાસભ્યોએ લમ્પી વાયરસ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિધાનસભાના 11મા સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ પોતાની રણનિતી અનુસાર સતત વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) ખાદ્યતેલમાં સરકારનું નિયંત્રણ ન હોવાના મુદ્દાને લઈ સરકારને ઘેરી હતી.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">