Gandhinagar: રાજયમાં આજે ઠેરઠેર હોળી (HOLI) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજયના દરેક શહેર-ગામડાઓમાં હોળીકાનું દહન કરાયું હતું. અને, લોકોએ પાવન પર્વે હોળીદહનના દર્શન કર્યા હતા. નોંધનીય છેકે ગાંધીનગરના પાલજ ગામમાં (Palaj village) રાજ્યની સૌથી મોટી હોલીકા દહન કરવામાં આવે છે. પાલજ ગામે હોળીકા દહનનું એક વિશેષ મહત્વ છે. અહીં, 35 ફૂટ ઊંચી હોળી દહન કરવામાં આવી હતી. ગામમાં હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની પણ વર્ષો જૂની પરંપરા છે. અંગારા પર ચાલવા છતાં કઈ નહિ થતું હોવાની છે માન્યતા અને ભક્તો સાથે માન્યતા અને શ્રદ્ધા જોડાયેલી છે.
આ વરસે કોરોનામાં નિયમ અને ઓછી સંખ્યા સાથે અંગારા પર ચાલવાનું પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. જોકે આ વર્ષે પહેલાની જેમ હોળી દહનનું આયોજન કરાયું છે. સાંજે 7 વાગ્યે હોલીકા દહન કરવામાં આવ્યું હતું. અહીં, આ હોળીના દર્શન કરવા બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી પાલજ ગામમાં હોલીકા દહનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. નોંધનીય છેકે ગત વર્ષ કરતા આ વર્ષે લાકડાના ઉપયોગમાં વધારો કરાયો છે. 35 ફૂટ ઉંચી હોલિકાનું દહનમાં લાખો કિલો લાકડાનો ઉપયોગ કરાયો છે. અને, 80 જેટલા લોકોએ મળી 15 દિવસમાં આ હોળી તૈયાર કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતાના નૃત્યોની, જુઓ તસ્વીરો