Gandhinagar : કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિને જાહેર રોડ પર પેન્ટ પહેરવાનું પણ ના રહ્યું ભાન-Video

| Updated on: Jun 18, 2026 | 2:03 PM

દારૂબંધીના કાયદા વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-24 મેટ્રો સ્ટેશન નજીક એક વ્યક્તિએ દારૂના નશામાં જાહેર માર્ગ પર અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરમાં દારૂબંધીના કાયદા વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-24 મેટ્રો સ્ટેશન નજીક એક વ્યક્તિએ દારૂના નશામાં જાહેર માર્ગ પર અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નશામાં ધૂત વ્યક્તિનું રોડ વચ્ચે અસભ્ય વર્તન

પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂના નશામાં ધૂત વ્યક્તિ રોડની વચ્ચે જ અસભ્ય હરકતો કરતો જોવા મળ્યો હતો. નશાની હાલતમાં તે પોતાનું ભાન પણ ગુમાવી બેઠો હતો અને તેને પેન્ટ પહેરવાનું પણ ભાન રહ્યું ન હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નશાની હાલતમાં પેન્ટ પહેરવાનું પણ ના રહ્યું ભાન

ઘટનાનો વીડિયો વાયરલ થતાં ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જાહેરમાં નશો કરીને છાકટા બનેલા વ્યક્તિની હરકતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોના આધારે વ્યક્તિની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

Breaking News : સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ, રેસ્ટોરન્ટ પણ આવી ચપેટમાં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 18, 2026 02:03 PM
Follow Us