Gandhinagar: 2024ની ચૂંટણીને લઈ ભાજપે કસી કમર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે ધારાસભ્યોના કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન- Video
Gandhinagar: 2024ની ચૂંટણીને લઈ ભાજપ અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે ધારાસભ્યોના કાર્યાલયોનું લોકાર્પણ કર્યું. પહેલા તેમણે નારણપુરામાં વિજયનગર ક્રોસિંગ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના કાર્યાલયનું લોકાર્પણ કર્યું. આ કાર્યાલય થકી લોકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે અને લોકોની સમસ્યા તાત્કાલિક દૂર થઈ શકે તેના માટે મદદરૂપ થશે તેવો દાવો છે. નારણપુરા બાદ અમિત શાહે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનના કાર્યાયલનું લોકાર્પણ કર્યું.
Gandhinagar: 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યુ. સૌપ્રથમ તેમણે નારણપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના કાર્યાલયનું લોકાર્પણ કર્યુ. આ કાર્યાલય દ્વારા લોકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તેવો દાવો કરાઈ રહ્યો છે. નારણપુરા બાદ અમિત શાહે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનના કાર્યાલયનું લોકાર્પણ કર્યુ કૌશિક જૈનનું કાર્યાલય સંપૂર્ણપણે સોલાર સંચાલિત છે. કાર્યાલય લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે તેવો ધારાસભ્ય દ્વારા દાવો કરાયો છે.
આ પણ વાંચો : Rain Video: અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ
સૌપ્રથમ ઈ-કાર્યાલયનો અમિત શાહ દ્વારા શુભારંભ
રોડ, પાણી, ગટર સહિતની તમામ સરકારી યોજનાનો લાભ ઘરે બેઠા મેળવી શકાય તેવુ ગુજરાતનું પ્રથમ કાર્યાલય છે. લોકો ઘરે બેઠા ફરિયાદ કરી શકશે. આ કાર્યાલયમાં 24 કલાક અને 365 દિવસ ફરિયાદ કરાશે. લોકોએ ફરિયાદ કરવા માટે પછી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે સરકારી ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. ગુજરાતના સૌપ્રથમ ઈ કાર્યાલયનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
