Gandhinagar : રામકથા મેદાનમાં 10 હજાર લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે, દેશના 10 રાજ્યોના લોકો ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોંચ્યા, જુઓ Video
Gandhinagar : ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાનમાં દેશના 10 રાજ્યોના લોકો ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોચ્યા છે. આજે અહીં એકીસાથે 10 હજાર લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે. આ ધર્મપરિવર્તન કાર્યક્રમ બાદ અડાલજના ત્રિમંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી પણ યોજાશે.
ગાંધીનગરના રામકથા મેદાનમાં ધર્મપરિવર્તન કાર્યક્રમ યોજાયો છે. જેમા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે. જુદા જૂદા 10 રાજ્યોના લોકો આ ધર્મપરિવર્તન કાર્યક્રમમાં પહોંચ્યા છે. રામકથા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. આ ધર્મપરિવર્ન પહેલા અડાલજના ત્રિ-મંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી પણ યોજાશે. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.
SSD સંગઠન દ્વારા ધર્મપરિવર્તન કાર્યક્રમનું આયોજન
આ ધર્મપરિવર્તન પહેલા ત્રિમંદિરથી મોટી સંખ્યામાં વાહન રેલી આયોજિત કરાઈ છે. જેમા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિડ્યુલ કાસ્ટના લોકો જોડાયા છે. 100થી વધુ બસ લઈને લોકો આવ્યા છે.
ગૌતમ બુદ્ધનો ધર્મ સમતા, સમાનતા, સમ્યક દૃષ્ટિ છે-SSB સંગઠન
સ્વયં સૈનિક દળ સંગઠનના આગેવાનના જણાવ્યા મુજબ બૌદ્ધ ધર્મમાં કોઈ જાતના પાખંડવાદ, જાતિવાદ કે અસ્પૃશ્તાવાદ નથી. આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે. તેમજ વર્ષ 1956માં બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ધરતી પરથી દોઢ લાખથી વધુ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેમા મોટાભાગના લઘુમતી સમાજના લોકો એસસી એસટી સમાજના તેમજ ઓબીસી સમાજના લોકો પણ જોડાયા હતા. SSB સંગઠનના આગેવાને વધુમાં જણાવ્યુ હતુ કે આજે બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમીત્તે મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે અને બી.આર આંબેડકરનું પ્રબુદ્ધમય ભારત બનાવવાનું જે સપનુ હતુ તે સાકાર કરવાના પ્રયાસ હાથ ધરાશે.
વિથ ઈનપુટ- કિંજલ મિશ્રા સાથે મિહિર સોની- ગાંધીનગર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…