Gujarati video : ગાંધીધામમાં રખડતા ઢોરની અડફેટે બે મહિનામાં બેનાં મોત, ઢોર પકડવા ખાસ ઝૂંબેશ ચલાવવા કોંગ્રેસની માગ

Gujarati video : ગાંધીધામમાં રખડતા ઢોરની અડફેટે બે મહિનામાં બેનાં મોત, ઢોર પકડવા ખાસ ઝૂંબેશ ચલાવવા કોંગ્રેસની માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 1:35 PM

Kutch News : કોંગ્રેસના (Congress) આગેવાનો ગાંધીધામમાં વધુ કોઈનો જીવ ન જાય તે માટે ઢોર પકડવા ખાસ ઝૂંબેશ ચલાવવાની માગ કરી રહ્યાં છે.

કચ્છના (Kutch) ગાંધીધામમાં પાછલા બે મહિનામાં રખડતા ઢોરની (Stray cattle) અડફેટે બે લોકોના મૃત્યુ થયા. ભારતનગર, સુંદરપુરી, ઈફ્કો કે બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં જાહેર રોડ પર ઢોરનો અડીંગો જોવા મળે છે. રસ્તા પર રખડતા મોત મામલે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી પરંતુ લોકોની સમસ્યાનો અંત આવ્યો નથી.

આ પણ વાંચો-અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં CM સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ, શ્રદ્ધાળુઓ માટે રહેશે વિશેષ વ્યવસ્થા, જુઓ Video

સુંદરપુરી વિસ્તારમાં ઢોરે અડફેટે લેતા વૃદ્ધના મોત બાદ પરિવારની લડતના પગલે ઢોર માલિક અને પાલિકાના જવાબદાર સામે ફરિયાદ થઈ છે. જો કે કોંગ્રેસના આગેવાનો ગાંધીધામમાં વધુ કોઈનો જીવ ન જાય તે માટે ઢોર પકડવા ખાસ ઝૂંબેશ ચલાવવાની માગ કરી રહ્યાં છે.

રખડતા ઢોર મામલે ગાંધીધામ નગરપાલિકા કોઈ નક્કર કાર્યવાહી ન કરતી હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા. તો પાલિકાના કારોબારી ચેરમેને સ્પષ્ટતા કરતા કહ્યું કે ગાંધીધામ પાલિકા વારંવાર રખડતા ઢોરને પકડીને પાંજરાપોળમાં મોકલે છે. ગાંધીધામ પાલિકાએ દીનદયાળ પોર્ટ પાસે જમીનની માગ કરતી અરજી કરી છે. આ જમીન મળતા જ રખડતા ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">