Gujarati video : જન્માષ્ટમીના પર્વ પર જુગારની મહેફિલો પર તવાઈ, સુરત સહિત અનેક શહેરોમાં પોલીસે પાડ્યા દરોડા

|

Sep 08, 2023 | 9:52 AM

જન્માષ્ટમી પર્વ પર જામતી જુગારની મહેફિલો પર પોલીસની બાજ નજર રહે છે. સુરતના વરાછા, ઓલપાડ અને ઉતરાણમાં પોલીસે દરોડા પાડીને જુગારીઓને ઝડપી લીધા છે. સુરતના ઉતરાણમાં જુગાર રમી રહેલા ટેક્સટાઈલ અને હીરાના વેપારીઓ પાસેથી 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Gujarat Police : જન્માષ્ટમી પર્વ પર જામતી જુગારની મહેફિલો પર પોલીસની બાજ નજર રહે છે. સુરતના વરાછા, ઓલપાડ અને ઉતરાણમાં પોલીસે દરોડા પાડીને જુગારીઓને ઝડપી લીધા છે. વરાછામાં જુદા-જુદા 5 કેસમાં 47 આરોપી કાયદના સકંજામાં આવ્યા છે. તો સુરતના ઉતરાણમાં જુગાર રમી રહેલા ટેક્સટાઈલ અને હીરાના વેપારીઓ પાસેથી 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદ ઍરપોર્ટને હબ તરીકે કરાશે સ્થાપિત, ઍર ટેક્સીની અને નવી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાન્સફર ફેસિલિટી શરૂ

જ્યારે ઓલપાડથી પોલીસે 13 જુગારિયો પાસેથી રોકડ, મોબાઈલ મળીને 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બનાસકાંઠાના છાપીમાં વિચિત્ર ઘટના બની હતી. પોલીસથી બચવાના પ્રયાસમાં જુગાર રમતી એક વ્યક્તિએ છલાંગ લગાવી તો ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્તનું પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. તો આ તરફ અમદાવાદની સેટેલાઈટ પોલીસે પણ જુગાર રમતા લોકો પર તવાઈ બોલાવી હતી. જેમાં અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીના પુત્ર સહિત 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video