Gujarati Video : સુરતના પાસોદ્રા વિસ્તારમાં ઝડપાયું જુગારધામ, 6 મહિલા અને 3 પુરૂષ જુગાર રમતા ઝડપાયા

| Edited By: | Updated on: May 22, 2023 | 1:32 PM

સુરતમાં ફરી એક વાર જુગારધામ ઝડપાયું છે. પાસોદ્રા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે જુગારધામ પર દરોડા પાડ્યા ત્યારે પુરૂષ કરતા વધારે મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ છે.

ઓછા સમયમાં વધુ પૈસા કમાઇ લેવા માટે લોકો જુગારધામના રવાડે ચઢતા હોય છે. ત્યારે સુરતમાં ( Surat )  ફરી એક વાર જુગારધામ ઝડપાયું છે. પાસોદ્રા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે જુગારધામ પર દરોડા પાડ્યા ત્યારે પુરૂષ કરતા વધારે મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ છે.

આ પણ વાંચો : Surat: 2 હજારની નોટ બંધ થવાને લઈ સુરતના નાના હીરા વેપારીઓને થશે અસર?, જુઓ Video

પોલીસે જુગાર રમતી 6 મહિલા અને 3 પુરૂષને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળેથી 1.79 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. અવારનવાર પોલીસ દરોડા પાડીને કેટલાંક જુગારધામ ઝડપીને કાર્યવાહી કરે છે. તે બાદ પણ હાર-જીત પર લાખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. જુગારીઓને કોઇ પણ પ્રકારનો ભય રહ્યો જ નથી. હાલ તો પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ખાડિયામાંથી ઝડપાયું હતું મોટું જુગારઘામ

તો બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં ખાડિયા પોલીસે મોટી કામગીરી કરતા યંત્રોના ચિત્રો ઉપર ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. નિમેષ ચૌહાણ નામનો શખ્સ રાયપુર આકાશેઠ કુવાની પોળમાં જુગારધામ ચલાવતો હતો. એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર દર 15 મિનિટે ડ્રો કરીને જુગાર રમાડતો હતો. લોકોને અહીં 10 ગણા રૂપિયા જીતવાની લાલચ આપીને જુગારધામ ચલાવવામાં આવતું હતું.

સુરત અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 21, 2023 03:36 PM