સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક સરવણાં પાસેથી એક ટ્રક કન્ટેનર અકસ્માતે નેશનલ હાઈવે પર રોડ સાઈડ પર ઉતરી જતા ફસાઈ જવા પામ્યુ હતુ. અકસ્માતની ઘટના હોવાની સમજી પોલીસ મદદ માટે સ્થળ પર પહોંચી તો કન્ટેનરમાં દારુ ભરેલો હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસની ગાડી આવતી જોઈને જ કન્ટેનરના ચાલક અને ક્લીનર બંને ખેતરોમાં ભાગી નિકળ્યા હતા. જેથી પોલીસને કન્ટેનરમાં શંકાસ્પદ ચીજ હોવાની આશંકા થતા જ પોલીસે કન્ટેનરની અંદર ચેક કરતા દારુનો જથ્થો હાથ લાગ્યો હતો.
ગાંભોઈ પોલીસે કન્ટેનરમાંથી 10 લાખથી વધુનો દારુની સાથે કન્ટેનરને જપ્ત કરી લીધો હતો. સાથે જ ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. કન્ટેનરમાં 6 હજાર કરતા વધારે દારુની બોટલો ભરેલી હતી. જેને લઈ હવે આ જથ્થો કોને પહોંચાડવા માટે ગુજરાતમાં ઘૂસાડાયો હતો એ દીશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે દારુ મંગાવનાર અને મોકલનાર સામે પણ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
Published On - 6:42 pm, Fri, 13 October 23