પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વતના રોપવેનુ આગામી સપ્તાહે સમારકામ હાથ ધરાનાર છે. આ માટે રોપવે સેવાને ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં આવેલ ગબ્બર પર્વત પર દર્શનાર્થી ભક્તોનો ધસારો મોટા પ્રમાણમાં રહેતો હોય છે. જ્યાં ભક્તો દર્શન કરવા માટે રોપવેનો પણ ઉપયોગ કરતા હોય છે. ભક્તો આગામી સપ્તાહે 2 ઓગષ્ટ થી 5 ઓગષ્ટ દરમિયાન રોપવેનો ઉપયોગ કરી શકશે નહીં.
આગામી સપ્તાહે રોપવેનુ સમારકામ હાથ ધરાનાર હોવાને લઈ ભક્તોની સલામતી માટે રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે. આ દરમિયાન ભક્તો પગથીયા દ્વારા ગબ્બર પર્વત પર ચઢી શકશે. અંબાજી આવતા ભક્તો અહીં ગબ્બર ગોખના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. હાલમાં ચોમાસાને લઈ ગબ્બર પર્વત વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ ખીલી ઉઠ્યુ છે.
Published On - 5:50 pm, Sat, 29 July 23