બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor) ના ભાઈ દારુ પિધેલી હાલતમાં ઝડપાયા હતા. બનાસકાંઠા પોલીસે તેમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ગેનીબેનના ભાઈ રમેશ ઠાકોરનો એફએસએલ પોઝિટિવ આવ્યો છે. આમ હવે રમેશ ઠાકોર સામે પોલીસને પૂરાવાઓ હવે મજબૂત બન્યો છે. રમેશ ઠાકોરને ભાભરના અબાસણા ગામે દરોડો પાડીને એલસીબીની ટીમે ઝડપીને કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાભર પોલીસ મથકે આ મામલે ફરીયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે રમેશ ઠાકોરનો મેડિકલ ટેસ્ટ કરીને સેમ્પલ ફોરેન્સિક લેબ માટે ગાંધીનગરમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે. જે રિપોર્ટ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ધારાસભ્ય ગેનીબેઠ ઠાકોર બનાસકાંઠામાં દારુના વેચાણને લઈ ખૂબ જ રજૂઆત કરીને દારુની ભઠ્ઠીઓને જનતા રેડ કરીને તોડી હતી. કડક કાર્યવાહી માટે માંગ કરીને પોલીસ સામે આક્ષેપો કર્યા હતા.
Published On - 5:32 pm, Tue, 18 July 23