Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: સુઈ રહેલા માતા-પુત્રી પર રાત્રી દરમિયાન છત અને સિલીંગ ફેન પડ્યો, બંનેના મોત

| Updated on: Jul 18, 2023 | 11:52 AM

Sabarkantha: હિંમતનગર શહેરમાં રાત્રી દરમિયાન ઘરમાં સુઈ રહેલા માતા પુત્રી પર છત પડવાને લઈ મોત નિપજ્યા છે. રાત્રી દરમિયાન ઘરની છત પોપડા સ્વરુપે નિચે ધસી પડી હતી.

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રાત્રી દરમિયાન ઘરમાં સુઈ રહેલા માતા પુત્રી પર છત પડવાને લઈ મોત નિપજ્યા છે. રાત્રી દરમિયાન ઘરની છત પોપડા સ્વરુપે નિચે ધસી પડી હતી. ઘરમાં સુઈ રહેલી માત્રા અને પુત્ર પર ચાલુ સિલીંગ ફેન સાથે માથા પર પડવાને લઈ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. બંને ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ.

શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં મુસ્તુફા મસ્જીદ રોડ પરની આ ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસે ઘટનાને પગલે રાત્રી દરમિયાન પહોંચીને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. અકસ્માત બાદ પોલીસે છત પડવાને લઈ ફોરેન્સિક ટીમની મદદ લઈને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ માટે ડિઝાસ્ટર વિભાગની મદદ લઈને મકાન રહેવા લાયક હોવા અંગેનો પણ અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. માતા અને પુત્રી બંનેના પીએમ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 18, 2023 11:50 AM
g clip-path="url(#clip0_868_265)">