VIDEO : નેતાઓનો મોહ તો જુઓ ! વિધાનસભાની નોટિસ બાદ પણ ક્વાર્ટસ ખાલી નથી કરતા પૂર્વ ધારાસભ્યો
7 ધારાસભ્યોએ વિધાનસભાની નોટિસ બાદ પણ પોતાના સરકારી ક્વાર્ટર ખાલી નથી કર્યા. જેમાં કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મહુવાના પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણાનો સમાવેશ થાય છે.
જનતાએ નકારી દીધા પરંતુ સરકારી ક્વાર્ટરનો મોહ હજુ છુટતો નથી. જી…હા અમે વાત કરી રહ્યા છીએ એવા પૂર્વ ધારાસભ્યોની કે જેમને વિધાનસભાની નોટિસ બાદ પણ ક્વાર્ટર ખાલી નથી કર્યા. 7 ધારાસભ્યોએ વિધાનસભાની નોટિસ બાદ પણ પોતાના સરકારી ક્વાર્ટર ખાલી નથી કર્યા. જેમાં કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મહુવાના પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણા, કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર તથા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો સમાવેશ થાય છે.
7 પૂર્વ ધારાસભ્યો સરકારી આવાસ ખાલી કરવા રાજી નથી
મહત્વપૂર્ણ છે કે ધારાસભ્યોએ ક્વાર્ટર ખાલી નહીં કરતા તંત્રએ ધારાસભ્યને જાણ કરી તાળું તોડી ક્વાર્ટરનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંતર્ગત ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તાળું તોડી તેમના ક્વાર્ટરનો કબજો લેવામાં આવ્યો છે. તો આ તરફ પરસોત્તમ સોલંકીને મંત્રી આવાસ ફાળવાયા છતાં પણ તેમનો સરકારી ક્વાર્ટરનો મોહ હજુ છુટતો નથી.