Bhavnagar: રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

|

Jan 29, 2022 | 2:35 PM

વજુભાઇ જાનીના નિધનથી કોંગ્રેસ કાર્યકરોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરનાં ચિત્રા મોક્ષધામ ખાતે આજે તેઓની અંતિમવિધિ કરાશે.

રાજ્યનાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી (Former Minister of State for Home Affairs) વજુભાઈ જાની (Vajubhai Jani)નું નિધન થયુ છે. રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કોંગ્રેસ (Congress)નાં સનિષ્ઠ કાર્યકર હતાં. માધવસિંહ સોલંકી (Madhav Singh Solanki)ની સરકારમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતાં.

વજુભાઈ જાની મહુવા વિધાનસભા બેઠક પરથી 1985માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. 1985માં જ રાજ્યના ગૃહપ્રધાન તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી. છેલ્લા કેટલા વર્ષોથી ભાવનગરના મહુવા ખાતે તેઓ રહેતા હતા જ્યાં તેમનું નિધન થયુ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતાં.

વજુભાઈ જાની ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જેટલા વર્ષો સુધી તેમણે કોંગ્રેસ સાથે સક્રિય રહીને કામ કર્યુ તેઓ સનિષ્ઠ કાર્યકર બનીને કામ કરતા રહ્યા હતા, તેમના નિધનથી કોંગ્રેસ કાર્યકરોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરનાં ચિત્રા મોક્ષધામ ખાતે આજે તેઓની અંતિમવિધિ કરાશે.

મહત્વનું છે કે ગુજરાતમાં વજુભાઈ જાની માધવસિંહ સોંલકીની સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી હતા. માધવ સિંહ સોલંકીએ પોતાના મંત્રી મંડળમાં એકપણ પટેલને મંત્રી બનાવ્યા ન હતાં. માધવસિંહ ગુજરાતના રાજકારણના પ્રખર અભ્યાસુ હતાં. તેમણે જ્ઞાતિવાદી સમીકરણોનો બખૂબીથી રાજકારણમાં ઉપયોગ કર્યો હતો તેમણે જોયું કે ગુજરાતના હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતદારો એક થઇ જાય તો દુનિયાની કોઇ તાકાત કોંગ્રેસને હરાવી શકે તેમ નથી. માધવસિંહ સોલંકી પોતે ક્ષત્રિય હતાં એટલે આ ત્રણ જ્ઞાતિમાં ક્ષત્રિયોને ઉમેરી એક નવી જ થીયરી બનાવી જે ખામ (KHAM) થિયરી તરીકે ગુજરાતના રાજકારણમાં પ્રસિદ્ધ થઇ.

આ પણ વાંચો-

ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં

આ પણ વાંચો-

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

Next Video