વડોદરા વીડિયો : હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ કરાશે તપાસ

વડોદરા વીડિયો : હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ કરાશે તપાસ

yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2024 | 2:13 PM

વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે.

વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજાનો SITમાં સમાવેશ છે. જો કે ક્રાઈમબ્રાંચના ACP, 2 PI અને 1 PSIનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SITમાં કુલ 7 સભ્યોનો સમાવેશ છે.

શું હતી ઘટના ?

ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 19, 2024 02:01 PM
g clip-path="url(#clip0_868_265)">