Breaking News : સિંહ બાળની હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જૂનાગઢ વન વિભાગની મોટી કાર્યવાહી

Breaking News : સિંહ બાળની હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જૂનાગઢ વન વિભાગની મોટી કાર્યવાહી

| Updated on: Jun 26, 2026 | 6:04 PM

જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં વન વિભાગે એક આરોપીની ધરપકડ કરી છે. 24 જૂનના રોજ રબારી નેસ વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવેલા છથી સાત માસના નર સિંહ બાળના મોત બાદ વન વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢમાં એક સિંહ બાળની હત્યાના સનસનાટીભર્યા કેસમાં ફોરેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. વન વિભાગ દ્વારા ઝડપાયેલા આ આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે, અને ટૂંક સમયમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત 24 જૂનના રોજ જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી છથી સાત માસના એક નર સિંહ બાળનું મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ હતી. આ ઘટના બાદ વન વિભાગની ટીમોએ તુરંત સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ગણતરીના દિવસોમાં જ વન વિભાગની ટીમોએ ટેકનિકલ વિશ્લેષણ, પુરાવાઓ અને માનવ બાતમીના આધારે આ કેસના ફરાર આરોપીની ભાળ મેળવી હતી. પોરબંદર જિલ્લાના કુતિયાણા વિસ્તારમાં વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની વિસ્તૃત પૂછપરછ દ્વારા આ ગુના પાછળનો અસલી હેતુ અને તેમાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિઓ છે કે કેમ તે અંગેના રહસ્યો બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે. વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ કટિબદ્ધ છે.

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર, વીડિયો વાયરલ

Follow Us