Gujarati Video : જસદણ નગરપાલિકાના મહિલા સભ્યના પતિની વાડીમાંથી ઝડપાયો વિદેશી દારુનો જથ્થો

|

Feb 03, 2023 | 12:37 PM

રાજકોટની રૂરલ LCBએ વાડીના મકાનમાં દરોડા પાડતા 341 વિદેશી દારૂની બોટલો સહિત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપી મેહુલ ઉર્ફે રાજા કુંભાણી ફરાર થયો છે.

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમ છેલ જોવા મળે છે. દારૂબંધી માટે પોલીસ સતત તેમની કડક કાર્યવાહી વધારે છે છતા પણ દારુની હેરફેર કરતા બૂટલેગરો અટકતા નથી. રાજકોટના જસદણના કોઠીના નાલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારુ ઝડ્પાયો છે. જે જસદણ નગરપાલિકાના મહિલા સભ્યના પતિની વાડીમાંથી વિદેશી દારુ મળ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટની રૂરલ LCBએ વાડીના મકાનમાં દરોડા પાડતા 341 વિદેશી દારૂની બોટલો સહિત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપી મેહુલ ઉર્ફે રાજા કુંભાણી ફરાર થયો છે. પોલીસે આરોપી રાજા કુંભાણીની ધરપકડ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાયા, જીગર ભટ્ટની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના સરસપુરમાં મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. જેમાં તેમણે 883 બોટલો સહિત કુલ રૂપિયા 8 લાખ 59 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાકીના 7 આરોપીઓ ફરાર થયા હતા. આ અગાઉ પણ ચાંદખેડામાંથી 960 બોટલ વિદેશી દારૂને ઝડપ્યો હતો. જેની કિમત 5 લાખથી વધુ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

Next Video