ગુજરાતમાં પાંચ દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગના ડિરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદી માહોલ રહેશે. તો 5 જુલાઈએ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ahmedabad : ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભ બાદ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે 7 અને 8 જુલાઇના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 જુલાઇના રોજ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના ડિરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદી માહોલ રહેશે. તો 5 જુલાઈએ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ , દાદરાનગર હવલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો આ તરફ 6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. 7 જુલાઈએ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો