Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: ગાંધીનગર રેન્જ DIG અને સાબરકાંઠા SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ, ગણેશ મહોત્સવ અને ઈદને લઈ એક્શનમાં પોલીસ

Sabarkantha: ગાંધીનગર રેન્જ DIG અને સાબરકાંઠા SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ, ગણેશ મહોત્સવ અને ઈદને લઈ એક્શનમાં પોલીસ

| Updated on: Sep 27, 2023 | 10:05 PM

સાબરકાંઠા જિલ્લામાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. ગાંધીનગર રેન્જ DIG વિરેન્દ્રસિંહ યાદવનો પણ કેમ્પ હિંમતનગરમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો સહિત કમાન્ડોને સાથે રાખીને DIG યાદવ અને સાબરકાંઠા એસપીએ ફુટ પેટ્રોલિંગ હિંમતનગર શહેરમાં ગુરુવારે યોજવામાં આવ્યુ હતુ.

ગુરુવારે ઈદ એ મિલાદનો તહેવાર છે, આ સાથે જ ગણેશ મહોત્સવ હોઈ રાજ્યમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દાખવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. ગાંધીનગર રેન્જ DIG વિરેન્દ્રસિંહ યાદવનો પણ કેમ્પ હિંમતનગરમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો સહિત કમાન્ડોને સાથે રાખીને DIG યાદવ અને સાબરકાંઠા એસપીએ ફુટ પેટ્રોલિંગ હિંમતનગર શહેરમાં ગુરુવારે યોજવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Aravalli: દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SP એ કર્યા સસ્પેન્ડ, TRBના 2 જવાનોને ફરજથી દૂર કર્યા

હિંમતગર શહેર સહિત જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા એવા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેઓ શહેર અને જિલ્લામાં પાછળના ઈતિહાસમાં અશાંતિ સર્જવાની ભૂમિકામાં સામેલ હતા. જરુરી માર્ગદર્શન અને સૂચન સાથે DIG યાદવે સાબરકાંઠા પોલીસને સતર્ક મોડમાં રાખી છે. એસપી વિજય પટેલે પણ આ માટે ઈડર, પ્રાંતિજ સહિતના વિસ્તારો સહિત હિંમતનગર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 27, 2023 10:01 PM
g clip-path="url(#clip0_868_265)">