Banaskantha : વડગામના છાપીમાં ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ પનીરનો જથ્થો પરીક્ષણ માટે મોકલાયો, જુઓ Video

Banaskantha : વડગામના છાપીમાં ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ પનીરનો જથ્થો પરીક્ષણ માટે મોકલાયો, જુઓ Video

| Edited By: | Updated on: May 09, 2023 | 9:59 AM

બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપીમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. છાપીમાં 5 જેટલી બેકરી અને પાર્લરમાંથી પનીરના શંકાસ્પદ નમૂના એકઠા કર્યા છે.આ શંકાસ્પદ પનીરના જથ્થાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગે સતત ચોથા દિવસે પણ દરોડાની ઝૂંબેશ યથાવત રાખી છે.

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારી સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. બનાસકાંઠાના ( Banaskantha ) વડગામ તાલુકાના છાપીમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. છાપીમાં 5 જેટલી બેકરી અને પાર્લરમાંથી પનીરના શંકાસ્પદ નમૂના એકઠા કર્યા છે. આ શંકાસ્પદ પનીરના જથ્થાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગે સતત ચોથા દિવસે પણ દરોડાની ઝૂંબેશ યથાવત રાખી છે.

આ પણ વાંચો : Banaskantha : કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હાથમાં બંદૂક, વાયરલ થયા ફોટા તો લોકોએ કરી કોમેન્ટ

પાલનપુર અને ડીસા બાદ છાપીમાં પણ ફૂડ વિભાગની તપાસથી ભેળસેળ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા અને છાપી સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગ છેલ્લા ચાર દિવસથી કાર્યવાહી કરી છે. જો કે હજુ પણ બજારમાં અનેક જગ્યાએ વેચાતા કેરી રસ તેમજ અન્ય અખાદ્ય ચીજવસ્તુઓ પર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માગ ઉઠી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…