સાવચેત રહેજો ! મહેસાણાના ઉંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ VIDEO
વરિયાળી ઉપર કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવતા હતા. જો કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરી હતી.
મહેસાણાના ઉંઝાના મકતુપુરમાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવતાનો પર્દાફાશ કર્યો હતો. વરિયાળી ઉપર કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવતા હતા. જો કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરી હતી. રૂપિયા 99 હજારથી વધુનો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. પટેલ ધર્મેન્દ્ર અંબાલાલ ઉર્ફે ધમાનું ગોડાઉન હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ.
ક્યાંક તમે નકલી જીરાનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને ?
જો ભારતીય ભોજનમાં મસાલાનો ઉપયોગ કરવામાં ના આવે તો સ્વાદ ફીકો પડી જાય છે, તેથી જ હળદર, કાળા મરી, લાલ મરચું અને ઈલાયચી જેવા ઘણા મસાલા રસોઈ બનાવવામાં વપરાય છે અને આમાંથી એક જીરું છે. તે ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સાથે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો નકલી જીરુ આરોગવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચતુ હોય છે.