આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી અને ફૂડ કોર્ટ સુવિધાઓ રહેશે નહીં. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે.
AHMEDABAD : અમદાવાદ શહેરમાં હાલ કોરોનાનો કેર ચાલી રહ્યો છે..ત્યારે કોરોના વધતા કેસ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શો યોજવા જઈ રહ્યું છે.AMC દ્વારા 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.ફલાવર શોના આયોજન માટે એએમસી 5 કરોડ જેટલો માતબર ખર્ચ કરશે..AMCની રિક્રિએશન કમિટીની બેઠકમાં ફલાવર શોની તારીખ અને ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે.
આયુર્વેદ અને આરોગ્યની માહિતી આપતા 15 સકલ્પચર બનાવાશે.જેમાં ધન્વંતરિ ભગવાન, ચરક ઋષિ, સંજીવની સાથે હનુમાનજી સહિત વિવિધ થીમ પર સકલ્પચર બનાવવામાં આવશે.ઓલિમ્પિક થીમ પણ બનાવવામાં આવશે.ફલાવર શોમાં પ્રતિ કલાક 400 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.
ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષ સુધીના બાળકો અને સીનીયર સીટીઝન્સ માટે રૂ. 30, જ્યારે 13 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂ. 50 ટિકિટ રહેશે..તો શનિવાર તથા રવિવારે બાળકો માટે રૂ.50 અને 13 વર્ષથી મોટા માટે રૂ. 100 ટીકીટ રહેશે.
આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી અને ફૂડ કોર્ટ સુવિધાઓ રહેશે નહીં. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે. સાબરમતી નદી કિનારે યોજાતા ફ્લાવર શોમાં એક જ છત નીચે દેશ વિદેશનાં રંગબેરંગી ફૂલો જોવા મળશે.
આ પણ વાંચો : GUJARAT : કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, નવા 654 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 2962 થયા, ઓમિક્રોનના નવા 16 કેસ