બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

|

Jul 02, 2024 | 9:04 PM

બનાસકાંઠા જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ છે. લાખણી ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સુઇગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવવાનાં કારણે અમુક સ્થળે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી.

બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ છે. લાખણી ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સુઇગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવવાનાં કારણે અમુક સ્થળે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધી જોઇએ તેવી મેઘરાજાની મહેર જોવા મળી ન હતી, પરંતુ મેઘરાજાએ હવે તોફાની અંદાજમાં બનાસકાંઠા પર તૂટી પડ્યા છે.

લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે. હજુ પણ બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Published On - 9:03 pm, Tue, 2 July 24

Next Video