AHMEDABAD : 24 કલાકમાં 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 10 દિવસ બંધ રાખવા આદેશ

| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:45 PM

Ahmedabad Corona Update : શાળા દ્વારા સંક્રમણની માહિતી ડીઈઓને અપાઈ છે જે બાદ ડીઇઓ દ્વારા શાળાને 10 દિવસ માટે બંધ રાખવા સૂચના અપાઈ છે.

AHMEDABAD : શહેરમાં 24 કલાકમાં કુલ 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.બોડકદેવની શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આપતા તંત્ર દોડતું થઈ ગયું છે.શાળા દ્વારા સંક્રમણની માહિતી ડીઈઓને અપાઈ છે જે બાદ ડીઇઓ દ્વારા શાળાને 10 દિવસ માટે બંધ રાખવા સૂચના અપાઈ છે.અગાઉ વધુ 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે.આ ત્રણ વિદ્યાર્થીઓ માધ્યમિક ધોરણના છે.બે વિદ્યાર્થી આંબાવાડીની એક સ્કૂલના છે અને એક વિદ્યાર્થી નારણપુરાની એક સ્કૂલનો છે.

આ બંને સ્કૂલો ખાનગી છે અને આ સ્કૂલો દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયાની જાણ કરાઈ હતી.જે બાદ ડીઈઓએ આ બંને સ્કૂલોને દસ દિવસ માટે ઓફલાઈન શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ કરવાનો અને સેનેટાઈઝેશન કરવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત જે ક્લાસરૂમના બાળકો પોઝિટિવ આવ્યા છે તે ક્લાસના અન્ય બાળકોનું પણ ટેસ્ટિંગ કરી લેવા સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદની ત્રણ સ્કૂલના ચારથી પાંચ જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા આઠ દિવસમાં કોરોનાના 1303 જેટલા કેસ નોંધાયા છે.જેમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178 અને આજે 29 ડિસેમ્બરના રોજ 265 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યા વધીને 11 થઈ, ત્રણ લોકો વિરુદ્ધ નિયમના ભંગ બદલ એફઆઇઆર દાખલ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ