ગુજરાતમાં કોરોના વેરીએન્ટ ઓમીક્રોનના નવા પાંચ કેસ, કુલ આંક 78 પર પહોંચ્યો

|

Dec 28, 2021 | 10:54 PM

છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનનો એક એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમિક્રોનનો(Omicron)ખતરો વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં ઓમિક્રોનની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ઓમિક્રોનના 2 નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં ઓમિક્રોનના જે બે નવા કેસ સામે આવ્યા છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.ઓમિક્રોનના નવા બે કેસની સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23થી વધીને હવે 25એ પહોંચી ગયો છે.

અમદાવાદ બાદ ઔમિક્રોનના સૌથી વધુ કેસ વડોદરામાં સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 18 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનનો એક એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા બે દિવસથી 200 નજીક આવેલા નવા કેસ ગઈકાલે 200ને પાર થયા હતા, તો આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 394 એટલે કે સીધા બમણા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 178 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1420 પર પહોચ્યો છે

આ પણ વાંચો : AHMEDABAD : ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું, જાણો પછી શું થયું

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : વઢવાણમાં એક કાર્યક્રમમાં કોરોના નિયમોનો ભંગ, ભાજપ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ

Published On - 10:50 pm, Tue, 28 December 21

Next Video