સુરેન્દ્રનગરમાં LRD ભરતી પ્રક્રિયા ગેરરીતિ કેસમાં પાંચ આરોપીના રિમાન્ડ પૂર્ણ, તમામને જેલમાં મોકલાયા

|

Dec 17, 2021 | 11:31 PM

સુરેન્દ્રનગરમાં LRD ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટીમાં ગેરરિતી સામે આવી  હતી . જેમાં  પાંચ જેટલા ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટરમાં સમયમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં (Surendranagar) પોલીસ ભરતીમાં ( Police Recruitment) ગેરરીતિ (Malpractise) મામલે બે પોલીસકર્મી સહિત ઝડપાયેલા પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને જેલમાં મોકલાયા છે. આરોપીઓએ કોલ લેટરમાં છેડછાડ કરી ગેરરિતી આચરી હતી. કોલ લેટરમાં છેડછાડ કરી આરોપીઓએ શારીરિક કસોટીનો સમય વહેલો કર્યો હતો. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં LRD ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટીમાં ગેરરિતી સામે આવી  હતી . જેમાં  પાંચ જેટલા ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટરમાં સમયમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલા સમય કરતાં એક કલાક વહેલો સમય કરી નાખ્યો હતો. આ મુદ્દે પાંચેય આરોપી ઉમેદવારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરના પોલીસ ફોર્સ માટે એલઆરડીની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં શારીરિક ક્ષમતા કસોટી અલગ અલગ સ્થળો લેવામાં આવી હતી. જેમાં ભરતીની કસોટી  માટે  ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. તેમજ તેમાં જણાવેલા સ્થળ અને સમય પર ભરતી  કસોટી માટે  હાજર રહેવાનું  જણાવવામાં આવ્યું હતું.

જો  કે આ ઉમેદવારોએ તેના સમયના ફેરફાર કરીને કોલ લેટર રજૂ કર્યો  હતો. પરંતુ તે સ્થળે પર  હાજર અધિકારીને  કોલ લેટરના સમયના ફેરફાર કરી હોવાની આશંકા થઈ હતી. જો કે તેની બાદ તે અંગે તપાસ કરતાં આ સમગ્ર છેડછાડનો કિસ્સો સામે આવ્યો  હતો.

આ પણ વાંચો : વડોદરામાં ઓમિક્રોનના નવા બે કેસ સામે આવ્યા, ઝાંબિયાથી આવેલું દંપતી સંક્રમિત

આ પણ વાંચો : અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Next Video