Amreli: આગામી 29 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા ફિશરીઝ વિભાગની ચેતવણી
આગામી 4 દિવસ સ્થાનિક માછીમારોને દરિયો ના ખેડવા જાફરાબાદના ફિશરીઝ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે કરંટ ઉદ્ભવતો હોવાથી દરિયો તોફાની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Amreli: આગામી 4 દિવસ સ્થાનિક માછીમારોને દરિયો ના ખેડવા જાફરાબાદના ફિશરીઝ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે કરંટ ઉદ્ભવતો હોવાથી દરિયો તોફાની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પર પરત બોલાવી લેવામાં આવ્યા છે. તેમજ 4 દિવસ સુધી માછીમારોને દરિયામાં માછીમારી માટે ના જવા સુચના આપી દેવાઈ છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ તરફથી દરિયામાં તોફાનની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં 4 દિવસ ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે.
પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.જેના પગલે ત્રણ દિવસ એટલે કે, 27, 28 અને 29 રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.સાથે જ આગામી 24 કલાક બાદ રાજ્યમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.આ ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પ્રારંભ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદ પડ્યો..એ દરમિયાન ગાંધીનગરમાં પણ વરસાદની તૈયારીને લઈ તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.આ ઉપરાંત આર્મી, નેવી, NDRF અને હવામાન વિભાગના અધિકારી પણ જોડાયા. હવામાન વિભાગે ચાલુ વર્ષે 15 જૂનથી ચોમાસું બેસવાની અને સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે. અને ચોમાસા દરમિયાન જાન-માલની કોઈ ખુવારી ન થાય અને પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે ચર્ચા થઈ આ માટે સિંચાઈ, મહેસૂલ, ગૃહ વિભાગની સાથે જ રાહત કમિશનર પણ આ બેઠકમાં જોડાયા.