Video : મહેસાણામાં થશે પ્લેનની થશે હરાજી, કંપનીએ વેરો ન ભરતા પાલિકા કરશે કડક કાર્યવાહી

Mehsana News : એરોડ્રામમાં થોડા વર્ષો અગાઉ AAA એવીએશન કંપની દ્વારા પાયલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું હતું. જયાં મામલો કોર્ટમાં જતા કંપનીએ સમાધાન માટે ચેક આપ્યા હતા. પરંતુ તે ચેક પણ રિટર્ન થતા AAA એવીએશન કંપની કેસ હારી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 9:49 AM

ગુજરાતમાં પ્રથમ વખત પ્લેનની હરાજી થશે. મહેસાણા નગરપાલિકા વેરો નહીં ભરનાર પ્લેનની હરાજી કરી વેરાની વસૂલાત કરશે. અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટીકસ કંપની (AAA)એ વેરો ભરવામાં ઠાગા ઠૈયા કરતા પાલિકાએ કડકાઈ દાખવી છે. કંપનીના સીલ કરાયેલા ચાર્ટર પ્લેન સહિતના વાહન અને સામાનની હરાજી કરાશે. AAA એવીએશન કંપનીએ 7.58 કરોડનો બાકી વેરો ન ભરતા પાલિકાએ કાર્યવાહી કરી છે.

એરોડ્રામમાં થોડા વર્ષો અગાઉ AAA એવીએશન કંપની દ્વારા પાયલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું હતું. જયાં મામલો કોર્ટમાં જતા કંપનીએ સમાધાન માટે ચેક આપ્યા હતા. પરંતુ તે ચેક પણ રિટર્ન થતા AAA એવીએશન કંપની કેસ હારી ગઈ હતી. બાદમાં કોર્ટે કંપનીના સંચાલકને એક વર્ષની સજા અને બે મહિનામાં પૈસા ભરવા આદેશ કર્યો હતો. બીજી તરફ બ્લ્યુ રે એવીએશન કંપનીનો પણ 2 કરોડનો વેરો બાકી છે. આ કંપનીએ સરકારની કોઈ સૂચના વગર મહેસાણા એરડ્રામ પરની જગ્યા પાયલોટ ટ્રેનિંગ માટે આપી દીધી હતી.

આ પહેલા થયેલી હરાજી રદ કરવી પડી

જો કે 2018માં નગરપાલિકાએ આ કંપનીને સિલ કરી હરાજીનો પ્રયાસ કર્યો હતો પણ આ મિલકત ખરીદનાર કોઈ ન મળતા હરાજી રદ થઇ હતી.મહત્વનું છે કે AAA એવિએશન કંપનીનો બાકી વેરા 7 કરોડ 58 લાખથી વધુ છે.જેથી પાલિકા ફરી હરકતમાં આવી છે અને હરાજી કરવાનું મન બનાવી લીધું છે.

ગુજરાતમાં પ્રથમવાર પ્લેનની હરાજી (Auction)થશે.તમને જણાવી દઈએ કે, મહેસાણા નગરપાલિકા દ્વારા એક બે નહીં પરંતુ કુલ 4 ચાર્ટડ પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે,આ પહેલા જે ત્રણ વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સમાન ખરીદવા માટે ડિપોઝીટ પણ ભરી હતી. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા પાલિકાની વેરાની રકમ જે લેવાની નીકળતી હતી. તે રકમ ખાનગી કંપની દ્વારા ન ભરવામાં આવતા 4 પ્લેનની હરાજી કરવામાં આવનાર છે.

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">